Registration Portal

૧૦૮ પાર્શ્વનાથ સહ પ્રાચીન તીર્થ દર્શન યાત્રા - શ્રેણી ૪

યાત્રા માટે નોંધણી કરતા પહેલા કૃપા કરીને નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો અને સ્વીકારો.

Step 1 - મુખ્ય સભ્યની વિગતો
Step 2 - પરિવારના સભ્યોની વિગતો
Step 3 - પિકઅપ પોઇન્ટ પસંદગી
Terms and Conditions

યાત્રિકો માટેની સૂચનાઓ

ફોર્મ ભરતા પહેલા કૃપા કરીને નીચેની તમામ બાબતો ધ્યાનથી વાંચો.

  1. બસ તેમજ યાત્રા દરમિયાન સમયનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  2. બસ યાત્રામાં સીટ નંબર તેમજ ધર્મશાળામાં ઉતારા સંબંધી, તીર્થયાત્રા સમિતિ જે વ્યવસ્થા કરે તે માન્ય રાખવી તેમજ તે બાબતે કોઈપણ વિવાદ કરવો નહીં.જો કોઈ યાત્રિક સમિતિ દ્વારા અપાયેલ વ્યવસ્થામાં ન રહીને અલગથી વ્યવસ્થા લેશે, તો તેમને યાત્રિક તરીકે ગણવામાં આવશે નહીં અને આગળની તમામ વ્યવસ્થા તેમણે જાતે કરવાની રહેશે.
  3. સમયની અનુકૂળતાએ દિવસમાં કોઈપણ તીર્થમાં સેવા પૂજા કરવાની હોય તો સેવા-પૂજાના વસ્ત્ર આદિ ઉપકરણો એક બેગમાં બસમાં સાથે રાખવાના રહેશે. દિવસ દરમિયાન બસની ડીકી ખોલવામાં આવશે નહીં.
  4. યાત્રા દરમિયાન ચૌવિહારનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  5. ભોજનશાળા તથા ધર્મશાળાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
  6. યાત્રા દરમિયાન પીવાના પાણી, ઉકાળેલા પાણીની બોટલ વગેરેની વ્યવસ્થા સાથે રાખવી. એકાસણા-બિયાસણાની વ્યવસ્થા ભોજનશાળા પ્રમાણે રહેશે.
  7. તીર્થ અથવા અન્ય સ્થાનમાં બસ જ્યાં સુધી જતી હશે ત્યાં સુધી જ જશે, ત્યાંથી પગપાળા અથવા સ્વખર્ચે જવાનું રહેશે.
  8. તીર્થયાત્રા દરમિયાન બધા યાત્રિકોએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવાના રહેશે.
  9. પ્રવાસ દરમિયાન દરેક યાત્રિકોએ ઓરીજીનલ આઈડી પ્રૂફ તેમજ જરૂરી દવાઓ સાથે રાખવાની રહેશે.
  10. યાત્રા દરમિયાન દાગીના તથા જોખમ સાથે લાવવું નહીં. તે માટે સંચાલકો જવાબદાર રહેશે નહીં.
  11. યાત્રા દરમિયાન પ્રતિકૂળ સમય કે સંજોગોમાં કોઈપણ ફેરફાર કરવો પડે તો તીર્થયાત્રા સમિતિના નિર્ણયને માન્ય રાખવો અને સહકાર આપવો.
  12. અંતરાયવાળા બહેનોએ તીર્થયાત્રામાં આવવું નહીં. સંજોગોવશાત યાત્રા દરમિયાન પ્રતિકૂળતા ઉભી થાય તો તે જ સ્થળેથી સ્વખર્ચે પોતાની રીતે અમદાવાદ પરત ફરવાનું રહેશે.
  13. કોઈપણ યાત્રિકે સંચાલકો સાથે ખોટી દલીલો કરીને યાત્રાનો આનંદભંગ કરવો નહીં. ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.
  14. ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના યાત્રિકોએ એકલા પ્રવાસમાં આવવું નહીં. તેમની સાથે પરિવારના લોહીના સંબંધ ધરાવતા અને ૫૫ વર્ષથી ઓછી ઉંમરના કોઈ એક વ્યક્તિ હોવી ફરજિયાત છે.
આગળ વધવા પર, તમે ઉપરોક્ત તમામ સૂચનાઓ સ્વીકારો છો. (By proceeding, you accept all the above instructions)